ટંકારા : દેવ કુંવર શૈક્ષણિક સંકુલમાં ટંકારા તાલુકા પંચાયત પરિવારવતી તાલુકા વિકાસ અધિકારી યોગેશકુમાર રાવલનો વિદાયમાન કાર્યક્રમ યોજાઈ ગયો હતો.જેમાં ટીડીઓને અધિકારીગણ તેમજ તેમના સગા સંબંધી દ્વારા સાલ, મોમેન્ટ ,ગિફ્ટ આપીને સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે DDO જે. એસ. પ્રજાપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કુગસીયા, ભટ્ટ, TDO- સિંધવ, ડાંગર, કોઢીંયા, વાઘેલા, ગરીયા, ATDO નપા ઈચા ચિફ ઓફિસર ગીરીશ સરૈયા, જારિયા જીવણ, રસિક ભાગ્યા ,વિરમ દેસાઈ. ભાજપના નથુ કડીવાર, અશોક ચાવડા, કિરીટ અંદરપા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવન ભાગ્યા, ગણેશ નમેરા, ગીતા ભોરણીયા, દિનેશ વાઘરીયા, બાર એસોના પ્રમુખ સંજય ભાગ્યા, પ્રભુ કામરીયા, અરવિંદ દુબરીયા, સરપંચ એસોના પ્રમુખ મહેશ લીખીયા, તથા રાવલ સાહેબના તમામ સગા સંબંધી ઉપસ્થિત રહ્યા હતા, ટીડીઓને અધિકારીગણ તેમજ તેમના સગા સંબંધી દ્વારા સાલ, મોમેન્ટ ,ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો, શાબ્દિક સ્વાગત ટંકારા બીઆરસી કો-ઓર્ડીનેટર કલ્પેશ ફેફરે કરેલું હતું.
નિવૃત્ત થતા યોગેશકુમાર રાવલની જીવન ગાથાનું વર્ણન CDPO દેકાવાડીયા તેજલએ કરેલું, તેમની સાથેના સંસ્મરણો તલાટી મંત્રી રાહુલ અમૃતિયા અને રમેશ મકવાણાએ તાજા કર્યા હતા. ટીડીઓએ વિદાય વેળાના પોતાના મનોભાવ વ્યક્ત કર્યા, પ્રસંગિક ઉદબોધન DDO જે. એસ. પ્રજાપતિએ કર્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંચાલન છત્તર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશ સંઘાણીએ કર્યું હતું, કાર્યક્રમને સફળ બનાવવા માટે ટંકારા તાલુકા પંચાયતના તમામ વિભાગના અધિકારીઓ તથા તલાટી કમ મંત્રીની ટીમે ભારે જેહમત ઉઠાવી હતી.