વાંકાનેર તાલુકાના ઓળ ગામે વાડીમાં તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન વાડીમાંથી વિદેશી દારૂની નાની બોટલ નંગ ૧૨ તેમજ બિયરના ૩૦ નંગ મળી આવ્યા હતા, જેથી તુરંત આરોપી વાડી-માલીકની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી કે ઓળ ગામની સીમમાં જોરીયા વાળા રસ્તે આવેલ વાડીમાં વિરજીભાઈ ઉર્ફે ભુરો વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત વાડીમાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન વાડીના શેઢા નજીક પ્લાસ્ટિકના બાચકામાંથી બિયર ટીન ૩૦ કિ.રૂ.૩,૭૫૦/- તથા વિદેશી દારૂના ચપલા નંગ ૧૨ કિ.રૂ.૧,૨૦૦/- એમ કુલ કિ.રૂ.૪,૯૫૦/-નો જથ્થો મળી આવ્યો હતો, જેથી તુરંત આરોપી વિરજીભાઈ ઉર્ફે ભુરો શંભુભાઈ અબાસણીયા ઉવ.૪૨ રહે. ઓળ ગામ નવાપરા તા.વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે