મોરબીમાં વધુ એક હિટ એન્ડ રન અકસ્માતના બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જેમાં માળીયા ફાટક નજીક પુલ નીચે ચાલીને જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના રાહદારી ખેત શ્રમિકને અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહનની હડફેટે લેતા ખેતશ્રમિકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હોય ત્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશ રસજયના રાજગઢ નરશીગઢ જીલ્લાના જાડલા ગામના વતની તવરસિંહ ઉર્ફે લાલાભાઈ મનોહરસિંહ સોનગર ઉવ.૩૫ ગઈ તા.૧૦/૦૧ના રોજ સાંજના સમયે મોરબી શહેરના માળીયા ફાટક પુલ નીચે ચાલીને જતા હોય ત્યારે અચાનક પુરપાટ ગતિએ ચલાવીને આવતા વાહન ચાલકે તવરસિંહને ઠોકરે ચડાવી અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થળ ઉપર ઉભું નહિ રાખી નાસી ગયો હોય, ત્યારે અજાણ્યા વાહનની ઠોકરે માથાના ભાગે ઇજાગ્રસ્ત તવરસિંહનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ મોબી સીટી બી ડિવિઝનમાં મૃતકના નાનાભાઈ લોકેન્દ્રસિંહ માનિહારસિંહ સોનગર દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.