વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામની સીમમાં વાડીમાં રહેતા ખેતશ્રમિક પરિવારના પાંચ સભ્યોને જમ્યા બાદ ફૂડ પોઇઝનીંગની અસર થતા ઝાડા-ઉલ્ટી શરૂ થઈ ગયા હતા, જે પૈકી એકને વધારે અસર હોવાને કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના બડવાણી જીલ્લાના દવાના તલાઇપુરા ગામના વતની હાલ વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામની સીમમાં મહમદહુશેનભાઇ જલાલભાઇ કડીવારની વાડીની ઓરડીમા રહેતા અનીલભાઇ છગનભાઇ ડાવર ઉવ.૩૪ એ ગઈ તા.૦૬/૦૩ના રોજ પત્ની, દીકરા તથા સાથે વાડીમાં રહેતા અન્ય પતિ-પત્ની માયાબેન અને બાબલુભાઈ એમ કુલ પાંચ વ્યક્તિઓએ સવારે રસોઇ બનાવેલ તે રસોઇ બપોરના જમ્યા બાદ માયાબેન તથા અનિલભાઈને ઝાડા ઉલ્ટી થતા તેમજ અન્યને ઝાડા ઉલ્ટીની સામાન્ય અસર થતા અનિલભાઈને વધારે અસર થઈ હતી, ત્યારે જમવામા કોઇ ઝેરી પદાર્થ આવતા (ફ્રુડ પોઇજનીંગ) ઝેરી અસર થતા અનિલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારર બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.