માળીયા(મી) તાલુકાના જુના ઘાંટીલા ગામની સીમમાં જીરાના ખેતરમાં દવા છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતા ખેતશ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી છે.
માળીયા(મી) તાલુકાના જુના ઘાંટીલા ગામની સીમમાં રજનીશભાઈ પિતાંમ્બરભાઈ પટેલની વાડીએ જીરાના પાકમાં દવાનો છંટકાવ કરતી વખતે સુરસીંગભાઈ રતનભાઈ ડાવર ઉવ.૩૫ મૂળ રહેવાસી પાહાડવા ગામ તા. જોબટ, જી. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને ઝેરી દવાની અસર થઈ હતી. જેથી તેઓને તા.૧૪/૦૨/૨૦૨૬ના રોજ ઝેરની અસર જણાતા તેમને પ્રાથમિક સારવાર માટે જેતપર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તા. ૨૦/૦૨/૨૦૨૬ના રોજ તેમનું મોત નિપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી છે.









