ટંકારા તાલુકાના નેકનામ ગામે વિરજીભાઈ ભોરણીયાની વાડીએ ચોથા ભાગે જમીનમાં વાવેતર કરી પરિવાર સાથે અગાઉ રહેતા નબળાભાઈ નવલાભાઈ કટારા ઉવ.૩૨ રહે.હાલ જોડિયા તા.બાદનપર ગામે વાડીમાં મૂળ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પનામ ગામ વાળાએ ટંકારા પોલીસ મથકમાં પોતાના હીરો સ્પ્લેન્ડર પ્રો રજી.નં. જીજે-૨૦-બીડી-૮૭૨૪ મોટર સાયકલ ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી કે, ટંકારાના નેકનામ ગામે વિરજીભાઈ ભોરણીયાની વાડીએ ખેત મજૂરી કરતા હોય તે દરમિયાન તા.૦૨/૦૬ ના રોજ રાત્રીના ઉપરોકત મોટર સાયકલ વાડીની ઓરડી બહાર પાર્ક કર્યું હતું, જે બાદ તા. ૦૩/૦૬ ના રોજ જોતા આ મોટર સાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયો હોય. ત્યારે મોટર સાયકલ ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.