વાંકાનેર તાલુકાના કાશીપર ગામની સીમમાં આવેલ વાડીએ ૪૪ વર્ષીય ખેડૂત મુન્નાભાઈ લખમણભાઈ માલકીયા રહે.કાશીપર ગામ તા.વાંકાનેર વાળાએ કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેઓને સારવાર સબબ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે જોઈ તપાસી તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, અકાળે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.