મોરબીના નાની વાવડી થી બગથળા જવાના રસ્તે એક પુરઝડપે આવતી ઇકો કારે રોડ ક્રોસ કરી રહેલા ખેત શ્રમિક સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ખેતશ્રમિક યુવકને મોઢામાં તથા હાથ પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જયારે અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો. ત્યારે અકસ્માતમાં ઘાયલ યુવકને બેભાન હાલતમાં પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવેલ જ્યાં હાલ ઈજાગ્રસ્ત યુવકની સારવાર ચાલુ હોય ત્યારે ઘાયલ યુવકના પિતા દ્વારા ઇકો કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર ગત તા.૧૧/૦૨ના રોજ સવારના આશરે ૮.૦૦ વાગ્યે મોરબીના નાની વાવડી થી બગથળા જવાના રસ્તે શાંતિનગર સોસાયટી સામે રોડ ક્રોસ કરી રહેલા કૈલાસભાઈ કેશીયાભાઈ ભુરીયાને બગથળા તરફથી પુરપાટ ઝડપે આવતી ઇકો કાર રજી. જીજે-36-એસી-7308ના ચાલકે ઠોકરે ચડાવી અકસ્માત કરી ઇકો કાર રેઢી મૂકી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. જે અકસ્માતમાં કૈલાસભાઈ ભુરીયાને મોઢા તથા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા થતા ૧૦૮ મારફત મોરબી સિવિલમાં લઈ જવામાં આવેલ જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા જ્યાં કૈલાસભાઈને મોથના ભાગે ફ્રેકચર હોય હાલ તેની સારવાર ચાલુ હોય ત્યારે કૈલાસભાઈના પિતા મૂળ દાહોદ જીલ્લાના શીમલખેડી ફળીયાના વતની હાલ. નાની વાવડી નજીક ઝૂપડામાં રહેતા કેશીયાભાઇ ગોરચંદભાઇ ભુરીયા ઉવ.૪૯ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.