Wednesday, June 18, 2025
HomeGujaratટંકારાના વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

ટંકારાના વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

સરકારી ચોપડે ગઈ કાલે એક ઈચ સાથે સિઝનનો કુલ વરસાદ ૧૫૪(મીમી)એટલે કે છ ઇંચ નોંધાયો

- Advertisement -
- Advertisement -

ટંકારામાં અને આસપાસના વિસ્તારોમાં ચાલુ અઠવાડિયામાં ચોમાસાના આગમન સાથે વાવણીલાયક સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને આ વરસાદે રાહત આપી છે, અને હવે તેઓ ખેતરોમાં વાવણીની તૈયારીઓમાં ઉત્સાહથી જોતરાઈ ગયા છે.

સ્થાનિક ખેડૂત દામજીભાઈ ભાલોડિયાએ જણાવ્યું, “આ વરસાદથી ખેતરોમાં ભેજ આવ્યો છે, જે કપાસ અને મગફળી જેવા પાકોની વાવણી માટે ખૂબ જ ઉપયોગી છે. અમે હવે પૂરા જોશ સાથે વાવણી શરૂ કરીશું.

આ વરસાદે ન માત્ર ખેતીને લગતી આશાઓ જગાવી છે, પરંતુ ગામડાઓના પાણીના સ્તરોમાં પણ સુધારો થવાની સંભાવના છે. ટંકારાના ખેડૂતો હવે સારા ઉત્પાદનની આશા સાથે ચોમાસાની મોસમનું સ્વાગત કરી રહ્યા છે.

ટંકારા મામલતદાર કચેરી ખાતે શરૂ થયેલા ફલડ કંટ્રોલ રૂમમાં ગઈ કાલે 17 જુને વધુ એક ઈચ કાચુ સોનુ વરસ્યા ની નોધ સાથે સિઝનનો કુલ વરસાદ 154 મીમી થયો છે.ઘણા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ ઉદભવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!