Friday, January 10, 2025
HomeGujaratખેતીવાડી ખાતાની સહાય મેળવવા ખેડૂતોને આઇ-ખેડૂત પોર્ટલ પર ૨૧ માર્ચ સુધી અરજી...

ખેતીવાડી ખાતાની સહાય મેળવવા ખેડૂતોને આઇ-ખેડૂત પોર્ટલ પર ૨૧ માર્ચ સુધી અરજી કરવા અનુરોધ કરાયો

રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડુત પોર્ટલ પર તારીખ ૨૧/૦૨/૨૦૨૨ થી ૨૧/૦૩/૨૦૨૨ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને તેઓની જરૂરીયાતના ઘટકોમાં સહાય મેળવવા માટે સુચિત સમયમર્યાદામાં આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા અનુરોધ કરાયો છે. ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓનાં ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે આથી અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે અને કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી. પરંતુ ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પૂર્વ મંજૂરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજૂ કરવાનો રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!