ખેડૂતો પોતાના પાકને બચાવવા અને સારું ઉત્પાદન મેળવવા માટે દવાઓ નો છટકાવ કરતા હોય છે ત્યારે ખેડૂતો માટે ચેતવા જેવો કિસ્સો હળવદનાં સાપકડા ગામેથી સામે આવ્યો છે જેમાં ખેતરમાં દવા છાટતી વખતે નાનકડી ભૂલ ને કારણે ખેડુત યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદનાં સાપકડા ગામે રહેતા અનિલભાઇ દેવજીભાઇ રાતોજા ગત તા-૦૨/૧૨/૨૦૨૩ ના રોજ સાપકડા ગામની સીમમાં આવેલ ભરતભાઇ ચતુરભાઇ રાતોજાની વાડીએ જીરાના પાંકમા દવા છટકાવ કરવાનુ કામ કરી રહ્યા હોય ત્યારે તેઓને પાણીની તરસ લાગતા તેઓ ભુલથી પાણીના બદલે દવાવાળુ પાણી પી જતા તેમને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. તેમજ સમગ્ર મામલે મૃતકનાં ભાઈ સુનિલભાઇ દેવજીભાઇ રાતોજા દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.