વાંકાનેરમાં ખેડૂતે પોતાના ઘર બહાર પાર્ક કરેલ સ્પ્લેન્ડર પ્લસ બાઇકની અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં વાંકાનેર બસ સ્ટેન્ડ સામે સરકારી પુસ્તકાલય નીચે આરોગ્યનગર ખાતે રહેતા ગેલાભાઈ શિવાભાઈ સાપરા ઉવ.૪૬ નું સ્પ્લેન્ડર પ્લસ બાઇક રજી.નં. જીજે-૦૩-સીએચ-૫૪૧૬ ગત તા.૧૭/૦૭ના રોજ રાત્રીના ઘર પાસે પાર્ક કરીને સુઈ ગયા હતા, જ્યારે બીજે દિવસે સવારના સાત વાગ્યે કોઈ કામ સબબ જતા હોય તે દરમિયાન ઘરની બહાર જે જગ્યાએ બાઇક પાર્ક કર્યું હતું ત્યાં ઉપરોક્ત સ્પ્લેન્ડર પ્લસ બાઇક જોવા ન મળતા, બાઇક અંગે આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી પ્રથમ ઇ-એફઆઈઆર બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રૂબરૂ બાઇક ચોરી અને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.