Monday, March 23, 2026
HomeGujaratજુના નાગડાવાસ ગામે વાડીની ઓરડી બહાર પાર્ક કરેલ ખેતશ્રમિકના બાઇકની ચોરી

જુના નાગડાવાસ ગામે વાડીની ઓરડી બહાર પાર્ક કરેલ ખેતશ્રમિકના બાઇકની ચોરી

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડી બહાર પાર્ક કરેલ ખેત શ્રમિકને મોટર સાયકલની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, મૂળ એમપીના દેહરી ચોકીદાર ફળીયુ ગામના વતની હાલ મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે મોહનભાઇ મિયાત્રાની વાડીએ રહી ખેત મજૂરી કરતા ઇસમાલ બચેલા સંગડીયા ઉવ.૩૫ ગઈ તા.૧૮/૦૩ના રોજ પરિવાર સાથે ખેતરમાં જીરું ઉઓળવાનું કામ કરતા હતા, ત્યારે તેમનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. એમપી-૬૯-ઝેડસી-૯૭૯૨ વાળું મોટરસાયકલ વાડીની ઓરડી પાસે પાર્ક કર્યું હતું. જે બાદ બીજે દિવસે તા.૧૯/૦૩ના રોજ વહેલી સવારે ઉપરોક્ત બાઇક ત્યાંથી કોઈ વાહન ચોર ઈસમો દ્વારા ચોરી કરી લઈ ગયાનું સામે આવ્યું હતું. હાલ તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!