મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે સામાકાંઠા વિસ્તારમાં જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ ઝાલાએ પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂ ઓલ સિઝન વ્હિસ્કીની ૧૨ નંગ બોટલ જેની કિંમત રૂપિયા ૧૬,૮૦૦/-ઝડપી લેવામાં આવી હતી, આ સાથે બી ડિવિઝન પોલીસે આરોપી દેવેન્દ્રસિંહે ઉર્ફે બબો મનુભા ઝાલા ઉવ.૩૨ ની તેના રહેણાંક મકાનથી અટકાયત કરી આગળની તપાસ ચલાવી છે