મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે. જે વીજ લાઈન નાખતી કંપનીની દ્વારા ખેડૂતો સાથે દાદાગીરી, તાનાશાહી, બળજબરી તથા મનમાની કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. અને વીજ કંપની સામે કાર્યવાહી કરવા મામલતદારને આવેદન પાઠવાયું છે. તેમજ કંપની સામે કાર્યવાહી કરવાં નહિ આવે તો ખેડૂતો દ્વારા ચક્કાજામ અને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
હળવદના શીરોઈ, નવા દેવડીયા, જુના દેવડીયા, ઈશ્વરનગર, સુસવાવ, મેરૂપર, કોયબા, ઘનશ્યામપુર, રાણેકપર, કેદારીયા ગામના ખેડુતો દ્વારા આજ રોજ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 765 KV D/C KPS-2 (G/S) – HALAVAD હેવી લાઇન નાખતી કંપની ખેડુતો સાથે દાદાગીરી તથા તાનાસાહી તથા બણજબરી તથા ખેડૂતો સાથે કરતી મનમાનીને તાત્કાલીક રોકવા માટે ખેડુતો દ્વારા આવેદન પાઠવવામાં આવી રહ્યું છે. હેવી વિજલાઈન નાખતી કંપની ખેડુતો સાથે મનમાની કરતી હોય તથા એસ.આર.પી. તથા પોલીસની મદદ લઈ ખેડૂતની ખાનગી માલીકીની કિંમતી જમીનમાં બળજબરી કરી મરજી વિરૂધ્ધ પ્રવેશ કરતા હોય તે તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ કંપનીનું કામ રોકી ખેડુતોનાં ઉભા પાકમાં થતું નુકશાન તાત્કાલીક અસરથી બચાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. તેમજ કંપનીનું કામ તાત્કાલીક અસરથી બે દીવસમાં રોકવામાં નહી આવેતો ખેડુતોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જેની તમામ જવાબદારી મામલતદારની રહેશે. તેમજ કંપનીનું કામ તાત્કાલીક અસરથી રોકવામાં નહી આવે તો ખેડુતો ટ્રેકટરો સાથે વાહનો સાથે રસ્તો ચકાજામ કરશે તથા માંગણી તાત્કાલીક અસરથી સંતોસવામાં નહી આવેતો ટ્રેકટર રેલી કરીને મામલતદાર ઓફીસ તથા કલેકટર કચેરીનો ઘેરાશે તેમ છતાં કામગીરી નહિ થાય તો આત્મવિલોપન કરવાની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે.