ટંકારાના મોટા ખીજડીયા ગામે આવેલ ખીજડીયા ફીડર અવારનવાર બગડી જતું હોવાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઈ આજ રોજ ખેડૂત દ્વારા ટંકારા સબડિવિઝનના નાયબ ઈજનેરને આવેદન પાઠવી વીજળીના પ્રશ્નનો નિકાલ કરી સિંગલ ફેસ આપવા માંગ કરી છે.
ટંકારાના મોટા ખીજડીયા ગામનાં અમૃતલાલ અજરામભાઇ દ્વારા ટંકારા સબડિવિઝનના નાયબ ઈજનેરને આવેદન પાઠવી જણાવવામાં આવ્યું હતું કે, ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામમાં આવેલ ખીજડીયા ફીડરમાં વારંવાર ખેતી વાડીનું ફીડર ફિલ્ટમાં હોય છે. અને તેમાં પણ ચોમાસીની સીઝનમાં તો ફીડર સતત ફિલ્ટમાં જ રહેતું હોય છે. તેના કારણે ખેડૂતોને દવા છાંટવા સામે જરૂર પડતુ પાણી નહિ મળતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. કારણ કે લાઈટ વગર પાણીની કુંડી ભરાતી નથી. જેથી કુવામાંથી પાણી સીઝી દવાનો છટકાવ કરવો પડે છે. ખેતરે મજૂરો હોવાથી રાત્રે લાઈટ ન મળતા મજૂરો પણ પરેશાન થઇ જતા હોય છે. જેથી કાયમ માટે સિંગલ ફેસ મળે અને નિયમિત ફીડર રેગ્યુલર રહે તેવી વ્યવસ્થા કરવા અમૃતલાલ અજરામભાઇ દ્વારા ટંકારા સબડિવિઝનના નાયબ ઈજનેરને અપીલ કરવામાં આવી છે.