Friday, January 10, 2025
HomeGujaratડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇ ટેકાના ભાવે વેચવા ખેડૂતોને કરાવવી પડશે ઓનલાઇન...

ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇ ટેકાના ભાવે વેચવા ખેડૂતોને કરાવવી પડશે ઓનલાઇન નોંધણી

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩- ૨૪ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. આ ટેકાના ભાવમાં ડાંગર(કોમન) રૂ.૨૧૮૩ પ્રતિ ક્વિ., ડાંગર(ગ્રેડ-એ) રૂ.૨૨૦૩ પ્રતિ ક્વિ., મકાઈ રૂ.૨૦૯૦ પ્રતિ ક્વિ., બાજરી રૂ. ૨૫૦૦ પ્રતિ ક્વિ., જુવાર (હાઈબ્રીડ) રૂ. ૩૧૮૦ પ્રતિ ક્વિ., જુવાર(માલદંડી) રૂ. ૩૨૨૫ પ્રતિ ક્વિ.,  રાગી રૂ. ૩૮૪૬ પ્રતિ ક્વિ.,   ભાવે ખરીદી કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીના જણાવ્યા અનુસાર, લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE  દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી કરવામાં આવશે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા છે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭/૧૨ ૮/અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યમાં ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇ પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવાની રહેશે. ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૩ થી તા. ૧૫/૦૧/૨૦૨૪ સુધી કરવમાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસટ્રેશન કરાવેલ ખેડૂતોને   SMS  મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે. ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે થયેલ ખરીદી સબબ ખેડૂતોને ચુકવણા PFMS પોર્ટલ મારફત કરવામાં આવશે. જે તેઓની ખરીદીના ૪૮ કલાકમાં નાણાં ચુકવવામાં આવશે. વધુ માહિતી માટે ફોન નં.૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા મોરબી નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ-૨ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!