રાજ્ય સરકાર દ્વારા રાસાયણિક ખાતર NPK ની બેગમાં 250 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજરોજ રાસાયણિક ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવા હળવદ મામલતદારને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે…
તાજેતરમાં સરકાર દ્વારા રાસાયણિક ખાતર NPK ની બેગમાં રૂપિયા 250 નો ભવા વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. જુના ભાવનું ખાતર પણ ખેડૂતોને માંડ માંડ પોસાય તેવી પરિસ્થિતિ હતી. તેમાં પણ કમળતોડ ભાવ વધારો કરી નાખતા ખેડૂતોને પોસાય તેમ નથી. તેની સામે કૃષિ ઉપજના ભાવ પણ દિવસે અને દિવસે ઘટી રહ્યા છે પોષણક્ષમ ભાવ પણ ખેડૂતોને મળતા નથી. તેમજ ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે દિશામાં પણ સરકાર દ્વારા પગલાં લેવામાં આવતા નથી. રાસાયણિક ખાતરનો ભાવ વધારો ખેડૂતોને પાયમાલ કરી નાખશે અને ખેડૂતો ખેતી છોડવા મજબુર બનશે. તેવા મુદ્દા સાથે ખેડૂતોએ હળવદ મામલતદારને આવેદન પત્ર પાઠવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ આવેદન પહોંચાડી ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરાઈ છે.