Wednesday, January 22, 2025
HomeGujaratમોરબી ટંકારા વાંકાનેર ના છેવાડાના વિસ્તારોના ખેડૂતોને રવીપાક માટે પાણી ન મળતા...

મોરબી ટંકારા વાંકાનેર ના છેવાડાના વિસ્તારોના ખેડૂતોને રવીપાક માટે પાણી ન મળતા સિંચાઈ વિભાગની ઓફિસે મોરચો માંડ્યો

મોરબી ટંકારા વાંકાનેર ના છેવાડાના વિસ્તારોના ખેડૂતોને રવીપાક માટે પાણી ન મળતા સિંચાઈ વિભાગની ઓફિસે મોરચો માંડ્યો : અધિકારીઓએ ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી પાણી વિતરણ ખોરવાયું હોવાનું જણાવ્યુ : ચાર દિવસમાં પાણી ન મળે તો ખેડૂતોના રવિ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરની મચ્છુ-1 કેનાલમાંથી સિંચાઇનું પાણી ન મળતાં ખેડૂતોનો સેક્સન ઓફીસે મોરચો માંડ્યો હતો જો કે આમ છતાં પાણી ન આવતાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઇ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે અધિકારી દ્વારા પણ ત્વરિત પાણી આવે એ માટે કવાયત હાથ ધરી હોવાનું રટણ કરાયું છે.

મોરબી ટંકારા અને વાંકાનેર તાલુકાના છેવાડે આવેલા ગામના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતી સર્જાઈ છે જેમાં વાંકાનેરની મચ્છુ-1 કેનાલમાંથી સિંચાઇનું પાણી ન મળતાં ખેડૂતો સેક્સન ઓફીસે પહોંચ્યા હતા અને એરીગેશન કર્મચારીઓને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરીમાં જોતરી દેવાતા સિંચાઈનું પાણી વિતરણ ખોરવાયું હોવાની રજુઆત કરીને સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતી વ્યક્ત કરી હતી ત્યારે વાંકાનેર તાલુકામાં ઉપરવાસ આવેલ મચ્છુ 1 ડેમ ના કમાન્ડમાં આવતા સેક્સન-૨ વિભાગના ગામડાઓ જેવા કે કોઠારીયા, ટો‌‌ળ, અમરાપર, સજનપર, હડમતીયા, લજાઈ,વિરપર, રવાપર, રાજપર જેવા અનેક ગામના ખેડૂતોએ પિયતના પાણી માટેના ફોર્મ ભર્યા છે ત્યારે પાણી ખેડૂતોને આપી દીધેલ છે અને એક પાણ રવિ પાક માટે બાકી હોવાથી જરૂરત સમયે જ ઘઉંને પાણી ન મળે તો ઘઉંની ક્વોલિટી જળવાય તેમ નથી.આથી ખેડૂતોને ઉતારો પણ આવી શકે તેમ નથી જેના લીધે ખેડૂતોને ભારે નુકશાન થાય તેવી ભીતિ સર્જાય છે.

જો કે આ બાબતે ખેડૂતોએ સિંચાઈ વિભાગની કચેરીએ મોરચો માંડ્યો હતો અને આ પાણી જરૂરી હોય ત્વરિત આપવા માંગ કરી હતી પરન્તુ હાલ ખેડુતોને સમજાવી બુઝાવી પરત મોકલી દેવામાં આવ્યા છે ત્યારે સિંચાઈ વિભાગના આધિકારી વિજય ભોરણીયા એ જણાવ્યું હતું કે તેઓ પણ રાત્રે સુતા નથી અને ખેડૂતો માટે મથી રહ્યા છીએ અને સતત પેટ્રોલીંગ કરી રહ્યા છે જેમાં ડેમમાં ઉપરવાસમાં શેવાળ વધુ જામી ગયો હોવાથી પાણી અટકી રહ્યું છે. જેના લીધે આ ખેડૂતોને પણ ભારે હાલાકી થઈ રહી છે જે ઝડપથી ઉકેલાય એ માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે પણ શું ખેડૂતોને પાક નું નિકંદન નીકળે એ પહેલાં પાણી મળશે આ બાબતે તંત્ર એ મૌન સેવી સેવી લીધુ છે ત્યારે આગામી સમયમાં આ ગામના ખેડૂતોના રવિ પાકોમાં ભારે નુકશાન આવે તો એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!