Monday, November 25, 2024
HomeGujaratમાળીયા મી.અને હળવદ તાલુકાના ખેડૂતોએ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન પત્ર: પાવરગ્રીડ કંપની...

માળીયા મી.અને હળવદ તાલુકાના ખેડૂતોએ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન પત્ર: પાવરગ્રીડ કંપની વધુ વળતર આપે તેવી માંગ

માળિયા અને હળવદના ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.પાવર ગ્રીડ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ વળતર ખૂબ જ ઓછું હોવાથી ખેડૂતોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ અને માળિયાના ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી પાવર ગ્રીડ કંપની દ્વારા આપવામાં આવેલું વળતર ઓછું હોવાની રજૂઆત કરી છે. બે વર્ષ પહેલા આ જ વિસ્તારમાં પાવર ગ્રીડ કંપનીએ આપેલ વળતરની સમક્ષમાં આ વખતે જાહેર કરવામાં આવેલ વળતરમાં મોટો ફરક હોવાથી ખેડૂતોએ કલેકટરને રજુઆત કરી છે. જિલ્લા કલેકટર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. બે વર્ષ પહેલા પાવર ગ્રીડ કંપનીએ પ્રતિ ચોરસ મીટર રૂપિયા ૨૦૦૦ની વળતર આપેલું હતું. જ્યારે આ વખતે ૧૦૦૦ રૂપિયાથી પણ ઓછું વળતર આપવાની કંપનીએ જાહેરાત કરી છે. તેથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ ખેડૂતોના વળતર બાબતે જો યોગ્ય નિરાકરણ નહિ આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેવી તૈયારી પણ ખેડૂતો દ્વારા દેખાડવામાં આવી છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!