એક તરફ ગુજરાત રાજ્યમાં યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને કોઈ અફવામાં ન દોરાવા કૃષિમંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર ખાતે આ દાવો પોકળ સાબિત થયો છે.જેમાં ખેડૂતો વેહલી સવારના ચાર વાગ્યાથી લાઈન લગાવીને ઉભા છે છતાં તેઓને ખાતર નથી મળી રહ્યું અને હાલમાં સારો વરસાદ થયો છે ત્યારે ખેતર ના જરૂરી કામ પડતાં મૂકીને ખેડૂતોને ૧૦-૧૨ કલાક સુધી યુરિયા ખાતર માટે માત્ર નામ નોંધાવવા લાઈન માં ઉભુ રહેવાની ફરજ પડે છે.તેમજ સવારે નામ નોંધાવ્યું હોય તે ખેડૂતો ને ખાતર મળતું નથી અને બપોરે અધિકારી આવે ત્યારે અચાનક અન્ય નામો જાહેર થાય છે અને તેઓને ખાતર આપી દેવામાં આવે છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.તેમજ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા લિકવિડ ફરજિયાત આપવામાં આવતું હોવાની પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.
ત્યારે આ બાબતે નાયબ ખેતી નિયામક સાથે વાત કરતા જણાવ્યું હતું કે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે રોજ યુરિયા ખાતરનો નવો સ્ટોક આવે છે તેમ તેમ ખેડૂતોને આપીએ છીએ અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદને કારણે સ્ટોક પહોંચવામાં મોડું થાય છે .તેમજ યુરિયા ખાતર સાથે ફરજિયાત નેનો લિકવીડ આપવાના આક્ષેપ બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે નેનો યુરિયા લિકવિડ ખેડૂતોને સમજાવીને આપવામાં આવી રહ્યું છે ટોકન આપવાનો સમય ક્યારથી શરૂ થાય છે તેની ખુદ અધિકારી ને ખબર નથી તેવું નાયબ ખેતી નિયામક એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.જેથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં યુરિયા ખાતર વિતરણમાં અણઘડ વહીવટ ચાલતો હોવાનું સાબિત થઈ રહ્યું છે.