Saturday, July 27, 2024
HomeGujaratમાળીયા (મી)માંથી પસાર થતા નેશનલ હાઇવેમાં થનાર કપાત જમીન અંગે વાંધા તેમજ...

માળીયા (મી)માંથી પસાર થતા નેશનલ હાઇવેમાં થનાર કપાત જમીન અંગે વાંધા તેમજ ૫શ્નો ૨જુ કરતા સરવડ ગામના ખેડૂતો

માળીયા મિયાણા તાલુકામાં આવતા નવલખી હાઈવેને ડેવલોપ કરવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોની જમીન કેટલી કપાશે સહિતના મુદ્દાઓ અંગે સ૨વડ ગામના ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને વાંધા અરજી પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

સ૨વડ ગામના ખેડૂતો દ્વારા વાંધા અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારના ગત તા.૦૯/૦૬/૨૦૨૩ના સમાચાર પત્રકમાં છાપેલ THE GAZETTE OF INDIA (CG-DL-E-26052023-246081)ના આધારે ખેડૂતોને અમુક વાંધા તેમજ જરૂરી પ્રશ્નો છે. જેમાં NHAI દ્વા૨ા NH151A હાઈવે કાઢવામાં આવશે. જેની સમકક્ષ અંદાજીત ૨-કી.મી. એરીયામાં અગાઉથી માળીયા(મી.) જામનગર(૨ લેન) હાઈવે CSH-6 આવેલ છે. તો આ નવો હાઈવે NH151A ખેતી લાયક ઉપજાઉ જમીનમાં બનાવવાની ખેડૂતોને જરૂરીયાત લાગતી નથી. મોજે સ૨વડ, તા.માળીયા(મી.) જી.મોરબી.ની NHAI દ્રારા હાઈવે નં. NHI5IA માં કુલ ખેતી લાયક ઉપજાઉ કપાત જમીન હેકટર ૩૭.૪૯૬૮ છે. જેનુ વિગત વાર બિડાણ કરેલ છે., ભારત સરકારનાં તા.૦ગત તા.૦૯/૦૬/૨૦૨૩ના સમાચાર પત્રકમાં છાપેલ THE GAZETTE OF INDIA (CG-DL-E-26052023-246081) મુજબ કપાત જમીનના મુખ્ય સર્વે નંબર ખંડમાં દર્શાવેલ છે. જેના લીધે મુખ્ય ખંડના પૈકી ભાગે કયા અને દરેક પૈકી ભાગમાં કેટલા હેકટર જમીન કપાત છે. જેની માહીતી મળે તેમ નથી. તો ખેડૂતોને પૈકી ભાગમાં પૈકી કયાં ભાગમાં કેટલા હેકટર જમીન કપાત છે. તે પૈકી ભાગો વાળુ લીસ્ટ રજુઆતના દિવસથી ૧૦(દસ) દિવસમાં તેઓને આપવા વિનંતી કરવામાં આવી છે. જેથી કરીને ખેડૂતો ૨૧ દિવસમાં તેમના વાંધા સરકાર મુજબ રજુ કરી શકે. તેમજ ભારત સરકારના ગત તા.૦૯/૦૬/૨૦૨૩ના સમાચાર પત્રકમાં છાપેલ THE GAZETTE OF INDIA (CG-DL-E-26052023-246081)ના આધારે કપાત જમીન પૈકી ભાગો દર્શાવેલ નથી. તેમજ કપાત જમીનનું વડતર કેટલુ આપવામાં આવશે. તે પણ જણાવેલ નથી. તો સરકાર તેમની કક્ષા એથી અંદાજીત વડતર કેટલુ ચુકવશે તે જણાવે. જેથી તેઓને ૨૧(એકવીસ) દિવસની અંદર ખેડૂતો તેમના પ્રશ્નો રજુ કરી શકીએ. ખેડુતીને બીજા નવા કોઈ હાઈવેની જરૂરીયાત નથી. જેથી પ્રાંત અધિકારી ખેડૂતોના પ્રશ્નો વાંધા બાબતે સ૨કા૨ને ઘ્યાન દોરી સત્વરે કોઈ નીરાકરણ કરવામાં નહી આવે તો ખેડૂતોને ન છુટકે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેવી સ૨વડ ગામના ખેડૂતો દ્વારા વાંધા અરજીમાં ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!