રાસાયણિક ખાતરનાં પોઇન્ટને લઈને રજુઆત કરવામાં આવી હતી. જે રજૂઆત સફળ થતાં હળવદ રેલવેને ખાતરનો રેક પોઇન્ટ મળ્યો છે. ખેડૂતોની ખાતરની અછત ઊભી થશે નહિ. ખાતર ભરેલી રેલવેની રેક હવે હળવદના શક્તિનગર ગામ પાસે આવેલ ખાનગી યાર્ડે જ ઉતરશે જેથી હળવદથી જ મોરબી અને કચ્છને ખાતર સપ્લાય કરવામા આવશે.
સૌરાષ્ટ્રમા ચાર ખાતરના પોઇન્ટ છે. જ્યારે હળવદને ખાતરના રેક માટે રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત સફળ નીવડી છે. અને હળવદ ને પણ ખાતર માટેનો નવો પોઇન્ટ મળ્યો છે. પહેલા હળવદના ખેડૂતોને ખાતર રાજકોટ અને વિરમગામથી લાવું પડતું હતું. ત્યારે હવે હળવદ ખાતે ખાતર માટેનો પોઇન્ટ ફાળવતા ઘર આંગણે ખાતર ભરેલી ગાડી ઉતરશે. જેથી મજુરોને રોજગારી, ટ્રાન્સપોર્ટીંગ વાહનોને કમાણી અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહેશે.