Tuesday, June 3, 2025
HomeGujaratમોરબીના જેતપર-રંગપર રોડ પર બોલેરો ધીમે ચલાવવા કહેતા આધેડ કાર ચાલક ઉપર...

મોરબીના જેતપર-રંગપર રોડ પર બોલેરો ધીમે ચલાવવા કહેતા આધેડ કાર ચાલક ઉપર જીવલેણ હુમલો, બે ઈજાગ્રસ્ત

મોરબીના જેતપર- રંગપર રોડ ઉપર વિરાટનગર ગામ નજીક આધેડની કાર આગળ જતાં બોલેરો ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે ચલાવી એક્દમથી ડિવાઈડરની કટમાં લેતા કાર ચાલકે તેને વાહન ધીમે ચલાવવાનું કહેતા જે મુદ્દે થયેલા વિવાદમાં બોલેરો ચાલક તેમજ અન્ય એક બોલેરો ગાડીના ચાલકે લોખંડના પાઈપ અને લાકડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે કાર ચાલકને છોડાવવા વચ્ચે પડેલ તેમના મિત્રને એમ બન્નેને આ હુમલામાં ગંભીર ઇજાઓ થઈ હતી. હુમલાખોર બન્ને આરોપીઓ જીવલેણ હુમલો કરી સ્થળ ઉપરથી નાસી ગયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના રંગપર ગામે જુના ગામમાં રહેતા વિરેન્દ્રસિંહ વેશુભા ઝાલા ઉવ.૫૦ જેઓ ટેકનિશિયન તરીકે ઇન્ડસ ટાવર ટેલિકોમ કંપનીમાં નોકરી કરે છે. તેઓએ તાલુકા પોલીસ સમક્ષ આરોપી મહેશ છના ભરવાડ રહે. રફાળેશ્વર મચ્છુનગર તથા બીજો આરોપી અજાણ્યો ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, વિરેન્દ્રસિંહ ૩૦ મે, ૨૦૨૫ના રોજ સાંજે આશરે ૫:૧૫ વાગે તેમની ફોરવ્હીલ વેગનઆર જીજે-૩૬-બી-૬૪૦૭ લઈને પાવળીયારી કેનાલ પાસે સાઇટ તરફ જતા હતા, ત્યારે તરલ ઇન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ નજીક એક બોલેરો પીકઅપ ચાલકે અચાનક પોતાની સાઈડ બદલી પોતાનું વાહન ડિવાઈડર કટમાં લઈ જતાં વિવાદ થયો. ત્યારે વિરેન્દ્રસિંહે યોગ્ય રીતે વાહન ચલાવવાનું કહેતા બોલેરો ચાલક તેમને અપશબ્દો આપતો હોય, ત્યારે વિરેન્દ્રસિંહે ગાળો આપવાની ના કહેતા વિવાદ વધ્યો હતો, જે દરમિયાન અન્ય એક બોલેરો ગાડીનો ચાલક એમ બન્નેએ પોતપોતાની ગાડીમાંથી લોખંડના પાઈપ તથા લાકડી કાઢી તેમના ઉપર હુમલો કર્યો હતો. આ દરમિયાન પેટ્રોલપમ્પે હાજર વિરેન્દ્રસિંહના ગામના યોગેન્દ્રસિંહ તેમને છોડાવવા આવતા, હુમલાખોર બન્ને શખ્સોએ બેફામ માર મારી વિરેન્દ્રસિંહના બંને પગમાં ફ્રેક્ચર તથા યોગેન્દ્રસિંહના માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટયા. જેમાં એક બોલેરો પીકઅપ જીજે-૩૬-ટી-૦૭૧૩ જગ્યા પર છોડી નાશી ગયો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસે આરોપી મહેશ છના ભરવાડ તથા બીજો અજાણ્યો ઈસમ એમ બન્ને વિરુદ્ધ ગંભીર હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!