Friday, January 24, 2025
HomeGujaratવડોદરા:ઘરફોડ ચોરીના આરોપીને ફતેહગંજ પોલીસે ચોરાઉ બાઈક સાથે દબોચી લીધો

વડોદરા:ઘરફોડ ચોરીના આરોપીને ફતેહગંજ પોલીસે ચોરાઉ બાઈક સાથે દબોચી લીધો

વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટાફે પોકેટકોપની મદદથી મોટરસાયકલ ચોરી તથા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખી ચોરાઉ બાઈક સાથે ઘરફોડ ચોરીના આરોપીને દબોચી લીધો હતો જ્યારે આ પ્રકરણમા અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ફતેહગંજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો આ દરમ્યાન શહેરના ન્યુ સમા રોડ ખાતે આકાશગંગા સોસાયટી નજીક પહોંચતા ત્યાં એક ઇસમ શકમંદ હાલતમાં બાઈક સાથે નજરે પડ્યો હતો આથી પોલીસે તેને અટકાવી બાઈક રજીસ્ટર નંબર GJ – 03 – HS – 0771 અંગે પુછતા ઈસમ ગેંગેફેંફે કરવા લાગ્યો હતો. જેને પગલે પોલીસે મોબાઈલમાં ઈ – ગુજકોપ એપ્લીકેશનમા બાઇકની તપાસ કરતા બાઈક નૈતિકભાઇ ધીરજભાઇ ભાલાળા નું હોવાનું જણાયું હતું.જેની આકરી પૂછપરછમાં આરોપી કબીરસિંગ ઉર્ફે સોબ્બા સતનામસિંગ સીકલીંગર (ઉ.વ ૨૨ રહે- મ.નં. ૦૫ ચિંતનનગર, સંતોષવાડી દંતેશ્વર, મકરપુરા વડોદરા)એ તેના મિત્ર પાલેસિંગ તારાસિંગ સીકલીગર (રહે બાજવા વડોદરા) સાથે મળીને નિઝામપુરા ટેસ્ટી વોડાપાઉવની પાસે સેવાગ્રામ સોસાયટીની બહાર રોડ પરથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત આરોપીએ ઘરફોડ ચોરીની પણ કબૂલાત આપી હતી. આથી પોલીસે 30 હજારની કિંમતનું હોન્ડા સ્પ્લેન્ડર એક ડિસમીસ, વાંદરી પાનુ, કાતરનો એક ભાગ, બેટરી સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!