Monday, June 30, 2025
HomeGujaratવાંકાનેરના તીથવા ગામે બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પિતા-પુત્રની અટકાયત.

વાંકાનેરના તીથવા ગામે બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પિતા-પુત્રની અટકાયત.

વાંકાનેર તાલુકાના તીથવા ગામના કુબા વિસ્તારમાં બાઇક ઉપર વિદેશી દારૂની નાની-મોટી ૬૯ બોટલ લઈને નીકળેલ આરોપી પિતા-પુત્રની વિદેશી દારૂ તથા બાઇક સાથે તાલુકા પોલીસે અટકાયત કરી, બન્ને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ તીથવા ગામ નજીક પેટ્રોલિંગમાં હોય તે દરમીયવન તીથવા ગામમાં કુબા વિસ્તારમાં નાલા નજીક સામેથી બાઇક રજી.નં. જીજે-૩૬-એજી-૧૨૫૪માં ડબલ સવારી આવતા બે ઇસમોને રોકી તેની પાસે રહેલ પ્લાસ્ટિકનું બાચકું ચેક કરતા, તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૬૯ બોટલ કિ.રૂ.૨૯,૦૧૬/- મળી આવતા, તુરંત બન્ને આરોપી નિમેશભાઈ ભરતભાઇ વિરસોડીયા ઉવ.૧૯ તથા ભરતભાઇ રામજીભાઈ વિરસોડીયા ઉવ.૪૨ બન્ને રહે. હાલ રાજકોટ જીલ્લાના મોટા વડા ગામ મૂળ તીથવા તા. વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી છે, આ સાથે બન્ને આરોપીઓ પાસેથી મોટર સાયકલ કિ.રૂ.૪૦ હજાર સહિત રૂ.૨૯૦૧૬/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!