હળવદના સુખપર ગામે રહેતા રોહિતભાઇ ભુપતભાઇ લોદરીયા ઉવ.૩૫ને સુખપર ગામા જ રહેતા કુટુંબી ભાઈ જયોતીષભાઇ માલુભાઇ લોદરીયાના ભાઈને સરકારી મકાન મળવાનું હોય જે બાબતે રોહિતભાઈએ જ્યોતિષભાઈને ફોન કરતા તેઓને સારું ન લાગ્યું હોય આ બાબતે રોહિતભાઈ તથા તેની સાથે હોય તેની સાથે જ્યોતિષભાઈએ ફરીયાદી બોલાચાલી કરેલ હોય જે બાબતનો ખાર રાખી ગઈ તા.૨૮/૦૧ના સાંજના સમયે સુખપર ગામના પાટીયા નજીક હાઇવે રોડ ઉપર બસ સ્ટેશન પાસે જ્યોતિષભાઈ અને તેનો પુત્ર વિશાલભાઈએ ભેગા મળી રોહિતભાઈને ઢીકાપાટુનો મારમારી પડખામા છરીથી એક ઘા મારી, પ્લાસ્ટિકના પાઇપથી શરીરે મુંઢ ઇજા કરી હતી, ત્યારે સમગ્ર બનાવ મામલે રોહિતભાઈએ હળવદ પોલીસ સમક્ષ આરોપી પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.