હળવદના રણમલપુર નજીક કામ અર્થે જઈ રહેલા પિતા પુત્ર અકસ્માતે કેનાલમાં ખાબકતાં મોત થયું છે. ૫૫ વર્ષીય પિતા અને ૨૫ વર્ષીય પુત્ર બાઈક સહિત કેનાલમાં પડી જતાં મૃત્યુ પામ્યા છે. જેમના મૃતદેહ હળવદ ફાયર વિભાગ દ્વારા બહાર કાઢી હળવદ પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદના રણમલપુર નજીક અકસ્માતે બાઈક સાથે કેનાલમાં ખાબકતા પિતા પુત્રનું મોત થયું છે. અકસ્માતે પિતા પુત્ર બાઈક સહિત કેનાલમાં પડી ગયા હતા. બાઈક લઈને પિતા પુત્ર કામ અર્થે જતા હતા ત્યારે બનાવ બનવા પામ્યો હતો. જે અક્સ્માતમાં ૫૫ વર્ષીય મોરણીયા ધીરજીભાઈ હરજીભાઈ અને ૨૫ વર્ષીય મોરણીયા વિશાલભાઈ ધીરજીભાઇનું મોત થયું છે. હળવદ ફાયર ટીમ દ્વારા બન્ને મૃતદેહો શોધી કાઢી પોલીસને સોંપવામાં આવ્યા હતા. ત્યારે હળવદ પોલીસે મૃતદેહના પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.