મોરબી તાલુકાના મકનસર ગામે ખેતરની બાજુમાં આવેલ ખરાબાની જમીન ન ખેડવા જેવી બાબતે બોલાચાલી કરી પિતા-પુત્ર ઉપર લોખંડના પાઇપ-ધારીયા વડે ચાર શખ્સો દ્વારા હુમલો કરવાનો બનાવ બન્યો હતો. ત્યારે સમગ્ર બનાવ અંગે પ્રૌઢ દ્વારા તાલુકા પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ માર મારવાની, ધાક ધમકી તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસરના ગોકુળનગર રામજી મંદિર પાસે રહેતા નવઘણભાઇ કુકાભાઇ સુરેલા ઉવ.૫૮ એ આરોપી મૈયાભાઇ રણછોડભાઇ કોળી, સુખાભાઇ રણછોડભાઇ કોળી, મંગાભાઇ રણછોડભાઇ કોળી, કલ્પેશભાઇ રણછોડભાઇ કોળી ચારેય રહે.ગામ અદેપર તા.જી. મોરબી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે મકનસર ગામની સીમમા માટેલીયા પાટે નામથી ઓળખાતી ઇરીગેશનની ખરાબાની જમીન છેલ્લા ત્રીસેક વર્ષથી નવઘણભાઇ ખેડતા હોય જે જમીનની બાજુમા ઉપરોક્ત ચારેય આરોપીઓની જમીન આવેલ હોય ત્યારે આજથી આશરે પંદર દિવસ પહેલા આરોપીઓએ આ જમીન ખેડવાની ના પાડેલ હોય પરંતુ નવઘણભાઇ છેલ્લા ત્રીસેક વર્ષથી વાવતા હોય જેથી આ જમીન ગઇકાલે નવઘણભાઇ તથા તેમનો દિકરો નરેશ એમ બન્ને ખેડવા માટે જતા આરોપીઓને સારૂ નહી લાગતા ચારેય આરોપીઓએ બંને પિતા-પુત્ર ઉપર આરોપી નં. (૧) લોખંડના ધારીયા, પાઇપ તથા લાકડી વડે હુમલો કરી નવઘણભાઇ તથા તેમના પુત્રને હાથમાં અને પગમાં તથા શરીરે માર મારી ઝપાઝપી કરી ઝઘડો કરી ભુંડાબોલી ગાળો આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.