Sunday, December 22, 2024
HomeGujaratટંકારાના નેકનામ ગામે RO પ્લાન્ટમાં પાણી ભરવા બાબતે પિતા-પુત્ર પર હુમલો કરાયો

ટંકારાના નેકનામ ગામે RO પ્લાન્ટમાં પાણી ભરવા બાબતે પિતા-પુત્ર પર હુમલો કરાયો

ટંકારામાં નેકનામ ગામના ગ્રામ પંચાયતના આર.ઓ પ્લાંટમાં પાણી ભરવા આવેલ યુવકને એક ઈસમે ઢોર માર માર્યો હતો. જેને જોઇ યુવકના પિતાએ ઈસમને રોકતા ઈસમે તેમને પણ માર મારી તેમના ખીચામાં રહેલ બાર સો રૂપિયાની લૂંટ ચલાવી હતી. જે સમગ્ર મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાનાં નેકનામ ગામે રહેતા પરેશભાઇ ખેંગારભાઇ ચાવડાનો દિકરો મેહુલ નેકનામ ગામના પરબે આર.ઓ પ્લાંટનુ પાણી ભરવા ગયેલ હોય ત્યારે છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલા (રહે નેકનામ તા.ટંકારા જિ.મોરબી) નામના શખ્સે સ્થળ પર આવી મેહુલને વાળ પકડી દિવાલ સાથે માથુ ભટકાડી માર મારતો હોય આ દરમ્યાન પરેશભાઇ પોતાના દિકરા મેહુલને કેરબા સાયકલમા રખાવવા જતા આરોપી પોતાના દીકરાને માર મારતો હોય વચ્ચે પડી છોડાવેલ અને આરોપીને તમે મારા દિકરાને શા માટે મારો છો એવુ પુછતા આરોપીએ આ સવર્ણનુ પાણીનુ પરબ છે તમારે અહિ પાણી ભરવા આવવુ નહિ તેવુ કહી જાતિ પ્રત્યે હડધુત કરી ફરિયાદી સાથે ઝપાઝપી કરી ફરિયાદીના ખીસ્સામા રહેલ રોકડ રૂપીયા બારસોની લૂંટ કરી નાશી જતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!