માળીયા મીં.માં કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા ટ્રકે એક પરિવારને વેર વિખેર કરી નાખ્યો હતો. ટ્રકે નાના દહિસરા નજીક મોદી રાત્રે એક બાઈકને હડફેટે લેતા બાઇકમાં સવાર પિતા તથા તેના બે દીકરાનાં મોત નિપજ્યા હતા. જયારે માતા-પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, માળિયા મિયાણાનાં નાના દહિસરા નજીક ગત મોડી રાત્રે અજાણ્યા ટ્રકનાં ચાલકે પોતાનું ટ્રક પુરપાટ ઝડપે ચલાવી એક બાઈકને હડફેટે લીધી હતી. જેના કારણે બાઈક પર સવાર પતિ પત્ની અને ત્રણ બાળકો સહિત પાંચ લોકો પૈકી બે બાળકો શુભમ કલ્પેશભાઈ ખુશ્વા (ઉ.2 વર્ષ), પરી કલ્પેશભાઈ ખુશ્વા(ઉ. વર્ષ 5 વર્ષ)ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા તેમજ બાળકોના પિતા કલ્પેશભાઈ ખુશ્વા (28 વર્ષ) ને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નિવડતા તેઓનું પણ મોત નીપજ્યું હતું. જયારે લક્ષ્મીબેન કલ્પેશભાઈ ખુશ્વા (ઉ. વ.28) નો ખભે થી હાથ કપાઈ ગયો હતો અને ખુશી કલ્પેશભાઈ ખુશ્વા (ઉ. વ.3 )ને પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે બાળકી ખુશી તથા તેના માતા લક્ષ્મીબેનને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામા આવ્યા છે. ત્યારે બનાવની જાણ થતાં જ માળિયા મી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.