વાંકાનેરમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી કારે બાઈકને હડફેટે લઈ બાઈક સવાર પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચાડતા પિતાનું મોત નીપજ્યું હતું. જયારે પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે વાંકાનેર સીટી પોલીસમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં સિધ્ધાર્થનગર સોસાયટી રેલવે સ્ટેશન રોડ ખાતે રહેતા જયશ્રીબેન કમલેશભાઈ ભટ્ટીના પતિ કમલેશભાઈ કનુભાઈ ભટ્ટી તેના જી.જે.૩૬ એ.જી. ૯૮૧૧ નંબરનાં મોટરસાઈકલ પર તેના દીકરા સુરેશ સાથે ગત તા.૧૪/૧૧/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે હશનપર નાલા પાસે સર્વીસ રોડ ઉપર જયોતી સીરામીક સામેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે જી.જે.૦૫ આર.એલ.૫૩૭૫ નંબરના વેન ઓમની ફોરવ્હીલના ચાલકે તેની ફોરવ્હીલ સામેથી પુર ઝડપે ચલાવી મોટરસાઈકલને હડફેટે લેતા અકસ્માતમા કમલેશભાઈને માથાના ભાગે તથા છાતીના ભાગે તથા આખા શરીરે છોલાયેલ તેમજ તેના દીકરાને માથાના ભાગે તેમજ દાઢીના ભાગે ઇજા પહોંચી હતી. તેમજ કમલેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે આરોપી પોતાનું વાહન સ્થળ પર મુકી નાશી જતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.