વાંકાનેરમાં પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોય જે બનાવ બાબતે મૃતકના પિતાએ મૃતકના પતિ તેના ભાઈ તથા બનેવી સામે દીકરીને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કર્યા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, વેરાવળ તાલુકાના નાવદ્રા ગામના અરજણભાઈ માંડાભાઈ ભરડા ઉવ.૫૦ એ પોતાની દીકરી જશવંતીબેનને મરવા મજબુર કરનાર પતિ નિલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા તથા તેના ભાઈ અલ્પેશભાઈ મેણશીભાઈ કરગઠીયા બન્નેરહે. જુનાગઠ જીલ્લાના દુધાળા ગામ તેમજ તેના બનેવી સંજયભાઈ રાઠોડ રહે.ખેરા જી.જૂનાગઢ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૬/૦૩ના રોજ ફરીયાદીની દિકરી જસવંતીબેનને ઉપરોક્ત તેના પતિ સહિત ત્રણ આરોપીઓએ કોઈપણ કારણોસર માનસીક દુઃખ-ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મરણજનાર જસવંતીબેને પોતાની જાતે પોતાના મકાનમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લેતા જશવંતીબેનનું મૃત્યુ નિપજતા આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોય, હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે