મોરબી તાલુકાના આમરણ ગામે છ માસનું વીજબીલ ભરપાઈ નહિ કરતા બાકી વીજબીલ અંગેની કાર્યવાહી સબબ પીજીવીસીએલ કર્મચારી દ્વારા વીજ જોડાણ કાપી નાખતા જે બાબતે આરોપી પિતા તથા બે પુત્રો દ્વારા વીજ કર્મચારી સાથે બોલાચાલી કરી ગાળો આપી દઈ કોલર પકડી ઝપાઝપી કરી હતી. ત્યારે સમગ્ર બનાવ બાબતે પીજીવીસીએલ કચેરીના કર્મચારી દ્વારા તાલુકા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના આમરણ ગામે પગથીયાવાળી શેરીમાં વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજકનુ છેલ્લા ૬ માસ નું ૨૭૯૦/૦૦-(સત્યાવીસો નેવુ રૂપીયા) આમરણ પી.જી.વી.સી.એલ.કચેરીનું વીજ બીલ બાકી હોય જેઓએ ભરપાઇ ના કરતા વીજ કર્મચારી ધ્રુવરાજસીંહ ગોવીંદસીંહ ચૌહાણ ઉવ-૨૫ આરોપીની ઉપરોક્તનું ઇલેકટ્રીક કનેકશન કાપી નાંખતા આ બાબત આરોપી વીશાભાઇ સાર્દુલભાઇને નહીં ગમતા ત્રણેય આરોપીઓએ મળીને ફરીયાદીના શર્ટનો કાઠલો પકડી ભુંડાબોલી ગાળો દઇ ઝપાઝપી કરી ગળાના આજુબાજુના ભાગે સામાન્ય ઇજા કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. જે બાબતે વીજ કર્મચારી ધ્રુવરાજસીંહ ચૌહાણએ આરોપી વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજક, પરેશ વીશાભાઇ દેવીપુજક તથા કારાભાઇ વીશાભાઇ દેવીપુજક
રહે.બધા આમરણ ગામ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૩૩૨,૧૮૬ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.