ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પાટલી બદલતા લોકોમાં નારાજગી : યુવાનીમાં પણ ભાજપ વિરોધી વિચારધારા : શુ ભાજપને હારનો ભય સતાવી રહ્યો છે.?
મોરબી માળીયા પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ તરફથી પ્રચારનો ધમધમાટ જીતનો તાજ મેળવવા શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ મોરબી માળિયાની જનતા આ જીતનો તાજ કોના શિરે મૂકે તે હાલ મોટો પ્રશ્ન છે કેમ કે મોરબીમાં ભાજપ તરફથી એક સમયે ભાજપ પર જ આક્ષેપો કરતાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉમેદવાર છે તો બીજી બાજુ કોંગ્રેસ તરફથી જુના કોંગ્રેસ ના વફાદારની છાપ ધરાવતાં જયંતિ જેરાજભાઈ પટેલ ઉમેદવાર તરીકે જાહેર છે ત્યારે બ્રિજેશ મેરજા દ્વારા એકાએક રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતા મોરબીના રાજકારણમાં ભુકમ્પ આવ્યો હતો અને સત્તાધીશો કરતા મોરબી માળિયાની પ્રજા માં ભારે નારાજગી જોવા મળી હતી બ્રિજેશ મેરજાના રાજીનામાથી ફરી પેટા ચૂંટણી માટે મોરબી માળિયા માં ફરજ પડી હતી તો શું પ્રજાને પોતાના સ્વાર્થ માટે રાજકીય નેતાઓ વાંરવાર પ્રજાના રૂપિયે ચૂંટણી લડવાની એ પણ મોટો પ્રશ્ન છે હાલ ભાજપને બ્રિજેશ મેરજાની પક્ષ પલટા ની છાપથી ભારે વિરોધ નો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ખેડૂતો અને યુવાનોમાં આ નારાજગી સૌથી વધુ જોવા મળી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તો બ્રિજેશ મેરજાના પ્રવેશ પર જ પ્રતિબંધ લાગવવાતા બેનરો પણ વાઇરલ થયા હતા ત્યારે હાલ મોરબી માળિયાની પ્રજા ભાજપ કરતા બ્રિજેશ મેરજાની જીત ન ઈચ્છતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે જો કે ભાજપ દ્વારા તોડ જોડની નીતિ કરી ને પણ શામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવી હાઈ કમાન્ડના આદેશથી ભાજપ ના ઉમેદવારને જીતાડવા કામે લાગી ગયા છે તો અમુક કાર્યકરો ભાજપને જીતાડવા માટે મથી રહ્યા છે નહીં કે બ્રિજેશ મેરજાને આવી ચર્ચાઓ પણ ભાજપમાં આંતરિક રીતે ચાલી રહી છે હાલ ભાજપને જાને હારનો ડર સતાવી રહ્યો હોય તેમ મોટા માથાઓને મેદાનમાં ઉતારી રહ્યા છે મોરબીમાં સ્મૃતિ ઈરાની,અંજલીબેન રૂપાણી,પેટ્રોલિયમમ મંત્રી સૌરભ પટેલ, સાંસદ મોહન કુંડારિયા,આઈ કે જાડેજા,ભીખુભાઇ દલસાનિયા, શંકરભાઇ ચૌધરી,જવાહર ચાવડા,સાંસદ પૂનમબેન માડમ,સાંસદ વિનોદ ચાવડા, મેઘજીભાઈ કાંઝારીયા, ગોવિંદભાઇ પટેલ,ભાનુબેન બાબરીયા,બીના બેન આચાર્ય સહિતના મોટા ગજાના રાજકીય આગાવેનો આજદીન સુધીમાં મોરબીના પ્રવાસ કરી ચુક્યા છે અને અમૂકના હજુ ચાલી રહ્યાં છે ત્યારે કોંગ્રેસમાંથી ફક્ત હાર્દિક પટેલ જ આવી અને મોરબીના પ્રવાસ કરી રહ્યો છે જેથી એક વાત સ્પષ્ટ છે કે મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાની હારનો ડર પણ સતાવી રહ્યો છે જો કે હાલ વાતાવરણ જોતા લોકોમાં પક્ષ પલટા ની રાજનીતિ ને રોજિંદી બનાવતા બ્રિજેશ મેરજા પર માછલાં ધોવાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે 3 નવેમ્બર ના રોજ મતદાન બાદ અને 10 નવેમ્બર ના રિઝલ્ટ બાદ જ જીતનો તાજ કોના શિરે જશે એ આગામી સમય જ બતાવશે હાલ મોરબી માળિયા પર જો ભાજપ નહિ આવે તો ભાજપને તમાચો માર્યા જેવી સ્થિતિ સર્જાશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી તો મોરબી માળિયાની પ્રજા પણ નવા ચેહરાને મોકો આપવાની ફિરાકમાં હોય તેવી લોક ચર્ચા પણ મોરબીમાં જોર શોરથી ચાલ્યા છે ત્યારે મોરબીમાં ભાજપને આંચકો લાગે તો પણ નવાઈ નહિ હાલ તો જનતા જનાર્દન પક્ષ કરતા ઉમેદવાર નો વિરોધ વધુ કરતી હોય તેવું જગજાહેર દેખાઈ રહ્યું છે.