હળવદ નગરપાલિકામાં રોષ્ટર પદ્ધતિથી સાત સફાઈ કામદારોમાં અન્ય જ્ઞાતિના રાખવામાં આવેલા. પરંતુ તેમાંથી ચાર સફાઈ કામદારોના સફાઈ કામગીરી કરે છે. જેમાં 3 સફાઈ કામદારો કામગીરી સફાઈ કામગીરી નહીં કરતા હળવદ વાલ્મિકી સમાજ અને સફાઈ કામદારોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. જેને લઈ હળવદ નગરપાલિકામાં સફાઈ કામદારો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.
મળતી માહિતી અનુસાર, હળવદ નગરપાલિકામાં રોષ્ટર પદ્ધતિથી સાત સફાઈ કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી 4 સફાઈ કામદારો પોતાની કામગીરી નિયમિત નિભાવી રહ્યાં છે. અને 3 કર્મચારીઓમાં વિક્રમ ગાંધીએ રાજીનામું મૂકેલું છે. પરંતુ મંજૂર થયું નથી. જ્યારે પ્રતાપભાઈ રબારી અને કુલદીપભાઈ પટેલ ફરજ નહીં નિભાવતા હોવા છતાં પણ પગાર નિયમિત ચૂકવવામાં આવી રહ્યો છે. અને કોઈ રાજકીય સંડોવણી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતો. તેમજ હળવદ વાલ્મિકી સફાઇ કામદારોને વર્ષોથી કાયમી ન કરવામાં આવતા અને હળવદ નગરપાલીકા દ્વારા સામાજીક અસ્પૃષ્યતા રાખવામાં આવતી હોવાના આક્ષેપ સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા તેમજ જો એમની સમસ્યાનો નિકાલ નહિ થાય તો આત્મવિલોપન તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ વાલ્મિકી સમાજનાં લોકોએ ચીમકી ઉચ્ચારી હતી. તેમજ હળવદ નગરપાલિકા ખાતે વાલ્મિકી સમાજના સફાઈ કામદારો આજથી અચોકસ મુદતની હડતાલ પર ઉતારી ગયા છે. અને ન્યાય ના મળે તો વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો સામુહીક ધર્મ પરિવર્તન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તેમના દ્વારા હળવદ નગરપાલિકામાં સફાઈ કામદારોને કાયમી કરવા માંગ કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ હળવદ પાલિકાના સફાઈ કામદારો પોતાની માંગને લઈને વિરોધ કર્યો હતો. તેમજ જો આગામી સમયમાં પણ માંગ નહિ સ્વીકારવામાં આવે તો નગરપાલીકાને તાળાબંધી, પ્રતીક ઉપવાસ, રસ્તા રોકો આંદોલન અને આત્મવિલોપન સહિતના આંદોલન કરવાની ચીમકી સફાઈ કામદારોએ ઉચ્ચારી છે.
ગુજરાત મોરબી જિલ્લાના સમસ્ત વાલ્મિકી સમાજનાં પ્રમુખ સાવનભાઈ મારૂડા તથા વાલ્મિકી સફાઈ કામદારના આગેવાન ઈશ્વરભાઈ પરમાર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, સફાઇ કામદારોને કાયમી કરવાની માંગોને યોગ્ય ઉકેલ આપવામાં હળવદ નગરપાલીકા હંમેશા ઉણી ઉતરી છે. તો હવે આ હળવદ નગરપાલીકા પોતાના કાનમાથી મેલ કાઢીને અમારી વ્યથા સાંભળે અને આ મુદાનું યોગ્ય ઉકેલ ન આવતા તમામ રોજમદાર સફાઇ કામદારો આજથી અચોકકસ મુદતની હડતાલ પ્રતીક ઉપવાસ ઉતયૉ હતા, જરૂર પડે તો હળવદ નગરપાલીકામાં તાળા બંધી, રોડ રોકો આંદોલન, આત્મ વિલોપન જેવા ઉગ્રઆંદોલન કરશુ અને અમારા તમામ કર્મચારીને આંદોલન દરમીયાન કોઇ પણ જાતની ઇજા કે જાનહાની થશે. તો તેની સપુર્ણ જવાબદારી હળવદ નગરપાલીકાની અને વહીવટદારની રહેશે. તેમ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.