Friday, September 20, 2024
HomeNewsMorbiમોરબીમાં પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાનો એસીડ પીને આત્મહત્યાનો પ્રયાસ

મોરબીમાં પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાનો એસીડ પીને આત્મહત્યાનો પ્રયાસ

મોરબીના મકનસરના પ્રેમજીનગરમાં પિયરના ઘરે રહેતી કિરણબેન પ્રવિણભાઇ ચૌહાણ (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે જેમાં પતિ પ્રવિણભાઇ હેમરાજભાઇ ચૌહાણ, હેમરાજભાઇ ચૌહાણ (સસરા), ગંગાબેન હેમરાજભાઇ ચૌહાણ (સાસુ), શિતલબેન હેમરાજભાઇ ચૌહાણ (નંણદ), મનિષાબેન હેમરાજભાઇ ચૌહાણ (નંણદ) (રહે બધા-રોહીદાસ પરા સરકારી સ્કુલની બાજુમાં) સામે ગુનો નોંધાયો છે આત્મહત્યા નો પ્રયાસ કરનાર મહિલા કિરણબેન દ્વારા પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે તા-૧૯ – ૦૯-૨૦૨૦ ના રોજ પતિ પ્રવિણ ભાઈ અને સસરિયાઓએ ફરીયાદી કિરણબેનને માવતરના ઘરેથી પૈસા લઇ આવવાનું કહી માથાકૂટ કરી અપશબ્દો બોલી અને ઢીકાપાટુનો મારમારી માનસિક ત્રાસ આપતા હતા જેના કારણે લાગી આવતા ફરીયાદી બેને પોતાની મેળે ફીનાઇલના ટીકડા તેમજ એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે સદનસીબે પરણીતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસમથકમાં ગુનો નોંધાવતા વધુ તપાસ મહિલા પોલીસે હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!