Monday, December 23, 2024
HomeGujaratમોરબીમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

મોરબીમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

મોરબીની પરિણીતાને છેલ્લા સાત વર્ષથી સસરા પક્ષ દ્વારા હેરાન કરવામાં આવતી હોય ઘરકામ બાબતે નાની નાની બાબતે તેમજ સંતાન મા એક દીકરી હોય એ ગમતુ ન હોય અને દીકરા માટે મેણાટોણા મારી મારકુટ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા આખરે મહિલાએ કંટાળી મોરબીના સાસરિયાઓ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં ન્યુ હાઉસીંગ બોર્ડ શનાળા રોડ એમ ૯૪૨ ખાતે રહેતી ચાર્મીબેન વિશાલભાઇ રાચ્છ નામની પરણિતાને મોરબીમાં સત્યમ પાન વાળી શેરી યદુનંદન ૧૯ શેરી ન.૨ ખાતે રહેતા તેના પતિ વિશાલભાઇ કીરીટભાઇ રાચ્છ, સસરા કીરીટભાઇ રતીલાલ રાચ્છ, સાસુ મીનાબેન કીરીટભાઇ રાચ્છ તથા જામનગરમાં જૈન સોસાયટી આયુષ સી ૩૧ રામ મંદીર ની સામે જી.જી હોસ્પીટલ ની પાછળ રહેતી નણંદ સોનલબેન વિપુલભાઇ કારીયા ઘરકામ તથા કરીયાવર બાબતે મેણાટોણા મારી તેમજ સંતાનમા એક દીકરી હોય એ ગમતુ ન હોય અને દીકરા માટે હેરાન પરેશાન કરી શારીરીક માનસીક દુખ ત્રાસ આપતા હોય જેનાથી કંટાળી પરણિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!