ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન તરફથી તેઓની પડતર માંગોને લઈ આવતીકાલે તા. ૧૫- ૦૯-૨૦૨૩ ને શુક્રવારે પેટ્રોલ ડિઝલ નહીં ખરીદવા માટે “NO PURCHASE” નું એલાન કરવામાં આવ્યું છે. જો તેઓની માંગ સ્વીકારવામા નહિ આવે તો ભવિષ્યમાં વધુ મજબૂતાઇથી માંગ માટે લડત ચાલુ રાખશે અને મજબૂરીમાં વેચાણ બંધ કરવા સુધીના પગલાં ભરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સને છેલ્લા ૬ વર્ષથી તેમના ડીલર માર્જિનમાં વધારો થયો નથી. તેમજ CNGનું ડીલર માર્જિન ૦૧-૧૧-૨૦૨૧ થી ૩૧-૦૩-૨૦૨૩ (૧૭ મહિના નું) મળેલ નથી. અને બ્રાન્ડેડ પેટ્રોલ/ડીઝલ ફરજિયાત વેચવા માટે વધુ પડતું દબાણ કરી ડીલરને પરેશાન કરવામાં આવે છે. જે ત્રણેય પ્રશ્નો ઘણા સમયથી પડતર છે. ઘણી બધી રજૂઆત કરી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ તેમજ પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. માટે ના છૂટકે સેન્ટ્રલ ગવર્મેન્ટ, પેટ્રોલિયમ મંત્રાલય સુધી મેસેજ પહોંચાડવા માટે ફેડરેશન ઓફ આવતીકાલેગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન તરફથી પેટ્રોલ ડિઝલ નહીં ખરીદવા માટે “NO PURCHASE” નું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન આવતીકાલે પેટ્રોલ / ડીઝલની ખરીદી નહીં કરે, પરંતુ તેઓના ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે વેચાણ ચાલુ રાખશે.