મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ સામે આવેલ શોભણાબેન નવઘણભાઈ હમીરપરા ઉવ.૩૮ ના રહેણાંક મકાને રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા મકાનમાંથી ૧૨૦ લીટર દેશી પીવાનો દારૂ કિ.રૂ.૨૪ હજાર પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે મહિલા આરોપીની અટક કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.