૪૦૦ લીટર ઠંડો આથો, ૨૩ લીટર દેશી દારૂ સહિત ૧૪૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતીનગર વિસ્તારમાં મહિલા રહેણાંકની બાજુમાં આવેલ પડતર મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂનું વેચાણ કરતી હોવાની મળેલ બાતમીને આધારે હળવદ પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા પડતર મકાનમાંથી બંધ હાલતમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધન/સામગ્રી તેમજ દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૪૦૦ લીટર તથા ૨૩ લીટર દેશી દારૂ સાથે મહિલા આરોપીની અટક કરવામાં આવી હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે જુના દેવળીયા ગામે મોતીનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન દેગામા પોતાના રહેણાંકની પાછળની બાજુમાં આવેલ પડતર મકાનમાં દેશી દારૂ બનાવવાનો આથો ગાળી દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત હળવદ પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી, ત્યારે રહેણાંક મકાનની પાછળ આવેલ મહિલાના ભોગવટાવાળા પડતર મકાનમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી બંધ હાલતમાં હોય અને તેની બાજુમાં ૪૦૦લીટર ઠંડો આથો અને ૨૩ લીટર તૈયાર દેશી દારૂ મળી કુલ રૂ.૧૪,૬૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી ગીતાબેન કિશોરભાઈ બચુભાઇ દેગામા ઉવ.૪૫ ની અટકાયત કરવામાં આવી હતી.