Thursday, May 8, 2025
HomeGujaratમોરબી શહેરના જોખમી ૧૧ નાલા પૈકી ૯ નાલા ઉપર ફેન્સિંગ કામ પૂર્ણ.

મોરબી શહેરના જોખમી ૧૧ નાલા પૈકી ૯ નાલા ઉપર ફેન્સિંગ કામ પૂર્ણ.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જોખમી ૧૧ નાલા/વોકળાનું સર્વે કરવામાં આવ્યું છે. જેમાંથી ૯ નાલાઓના જોખમ નિવારવા માટે જરૂરી ફેન્સિંગના કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે, અને બાકીના નાલાઓનું કામ આગામી બે દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં નાગરિકોની સલામતી માટે મહાનગરપાલિકા સતત કાર્યરત છે. ખાસ કરીને ચોમાસા પૂર્વે નિકાશ વ્યવસ્થા અને ખુલ્લા નાલાઓને લઈને સંભવિત જોખમ નિવારવા માટે ડ્રેનેજ શાખાએ શહેરના ૧૧ જોખમી નાલા/વોકળાનું તાત્કાલિક સર્વે હાથ ધર્યું હતું. આ સર્વેના આધારે ૯ નાલા/વોકળા પર જોખમ દૂર કરીને ફેન્સિંગ કરવામાં આવી છે, જેથી જાહેર સ્થળે વિજ્ઞાન અને સલામતી જાળવી શકાય. બાકી રહેલા ૨ નાલા/વોકળા માટેનું કામ પણ આગામી બે દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે તેમ નાયબ કમિશ્નરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!