વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વિરપર ગામે આવેલ વાડીમાં રેઇડ કરતા, જ્યાં દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, પોલીસે આશરે ૪૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૧૦,૦૦૦/-કબ્જે લીધો હતો, રેઇડ દરમિયાન વાડી-માલીક હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી તેની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના વિરપર ગામે રહેતા ભૂરાભાઈ દેકાવડીયા પોતાની વાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાં દેશી દારૂ બનાવે છે, જે રીતની વાંકાનેર તાલુકા પોલીસને ખાનગીરાહે બાતમી મળતા તુરંત, પોલીસે ઉપરોક્ત વાડીએ રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન વાડીમાં આવેલ કુવા પાસે ૨૦૦મીલી. ના બે બેરલમાં રાખેલ ૪૦૦ લીટર દેશી દારૂ બસનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો કિ.રૂ.૧૦,૦૦૦/-મળી આવ્યો હતો, તાલુકા પોલીસના દરોડા દરમિયાન આરોપી ભૂરાભાઈ પ્રભુભાઈ દેકાવાડીયા હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડી લેવા વાંકાનેર તાલુકા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે.