મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેકની ફેકટરીમાં વિકરાળ આગ લાગતા મોરબી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.
જો કે આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરી મોરબી, હળવદ, વાંકાનેર ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. અને ત્યાર બાદ રાજકોટ અને જામનગરથી ફાયર ટીમને બોલાવવામાં આવી હતી. જે ટીમો એ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પાણીની મારો ચલાવવામાં આવી રહ્યો છે. જે આગ પર કાબૂ મેળવતા લગભગ સાત થી આઠ કલાક જેટલો સમય લાગી શકે છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં પીપળીના ચાર રસ્તા નજીક આવેલ પોલીપેક ફેકટરીમાં વિશાળ આગ લાગી છે. ફેકટરીમાં પ્લાસ્ટિક પડ્યું હોવાથી આગ વધુ ને વધુ વિકરાળ બનતી જઈ રહી છે. આઠ કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આગ લાગતાં શરૂઆતમાં મોરબી ફાયારની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
જો કે આગને કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ વધુ વિકરાળ હોવાથી મોરબી ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરતા મોરબી ઉપરાંત વાંકાનેર,હળવદ, રાજકોટ અને જામનગર ફાયર ટીમ દ્વારા અત્યારસુધીમાં ૧.૫૦ લાખ લીટર થી વધુ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે સતત કાર્યરત છે. ત્યારે આગ સંપૂર્ણ બુઝાતા સાત થી આઠ કલાકનો સમય લાગી શકે છે.તેવી માહિતી મોરબી ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવી છે.