Thursday, January 16, 2025
HomeGujaratમોરબી નગરપાલિકાના પંદર કર્મચારીઓને અસરપરસ ચાર્જ સોંપાયા

મોરબી નગરપાલિકાના પંદર કર્મચારીઓને અસરપરસ ચાર્જ સોંપાયા

મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાલિકામાં ફરજ બજાવતા પંદર જેટલા કર્મચારીઓને અરસપરસ ચાર્જ સોંપવામાં આવ્યા છે. એકસામટી કર્મચારીઓની આંતરિક બદલીને લઈને મોરબી પાલિકાની લોબીમાં બદલી ચર્ચાનો વિષય બની છે.

- Advertisement -
- Advertisement -

ચીફ ઓફિસર દ્વારા કરાયેલ બદલીના હુકામમાં અતુલભાઈ મહેતાની હાઉસ ટેકસ વિભાગ રમ નં.7 માં બદલી કરાઈ છે જ્યારે સોનલબેન અંબાભાઈની પવડી વિભાગમાં બદલી કરાઈ છે વધુમાં રામભાઈ મહાદેવની જન્મ મરણ અને લગ્ન નોંધણી માં બદલી કરાઈ છે. આ ઉપરાંત મીઠાભાઈ ગોવિંદભાઈની સ્ટોર વિભાગ, કિશોરગર બેચરગરની પવડી ઓફિસમાં , મામદભાઈ ઉમરભાઈની આવક જાવક રૂમ નં. 4મા બદલી કરાઈ છે તે જ રીતેઅશોકભાઈ ચતવાણી ને ઉપપ્રમુખ ચેમ્બર સામે અને પ્રમુખ ચેમ્બર સામે કલમેશભાઈ વાલજી ભાઈને ચાર્જ સોંપયો છે. ચેતનભાઈ વાળાને ચીફ ઓફિસરની ચેમ્બર સામે, નટુભાઈ સોનગ્રાને અધર ટેક્સ રુમ નં. 6મા તથા ભગવાનજીભાઈને પવડી વભાગ ઓફિસમાં અને પ્રવિનભાઈને કેશ વિભાગ, ભરતભાઇને એસ્ટા વિભાગનો ચાર્જ અપાયો છે વધુમાં ધર્મેશસિંહ પ્રભાતસિંહને રૂમ નં.11 અને સામાન્ય વહીવટ રૂમ નં. 5માં મંગળ સિંહ ઝાલાને ચાર્જ સોંપયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!