હળવદ પંથકમા જુગારનું દુષણ ફુલ્યુંફાલ્યુ હોવાથી આ દુષણને ડામવા પોલીસ સક્રિય બની છે ત્યારે પોલીસે બાતમી આધારે હળવદ ખાતેથી જુગારનો અખાડો ઝડપી લઈ 11 શકુનીશિષ્યોને દબોચી લીધા હતા. જ્યારે મોરબીના ત્રાજપરમાંથી ચાર જુગારીઓને ઝડપી લીધા હતા.
મળતી વિગત અનુસાર હળવદના ગોલાસણા ખાતે રહેતો આરોપી વિપુલભાઇ વિક્રમભાઇ જીંજરીયાના મકાનમાં જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી જ્યાં જુગાર રમતા વિપુલ જીંજરીયા , મેરાભાઇ ઉર્ફે મેરો ચંદુભાઇ ખાંભડીયા,અશોકભાઇ મનુભાઇ ઉકેળીયા , કેશાભાઇ રામજીભાઇ સુરેલા, ભરતભાઇ હમીરભાઇ સુરેલા, રણજીતભાઇ જેરામભાઇ રાતૈયા, માનસીંગ ઉર્ફે પ્રવિણભાઇ મનુભાઇ સુરેલા,ધીરભાઇ વિરમભાઇ ખેર, સુખાભાઇ અમરશીભાઇ ખાંભડીયા, ભુપતભાઇ ઉર્ફે હકો અમરશીભાઇ ખાંભડીયા અને વિજયભાઇ હેમુભાઇ બહાપીયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. રેડ દરમિયાન 10200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર અંગેના અન્ય એક કેસની સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી-૨ના ત્રાજપરમાં શેરી નં.1 મા આવેલ ખુલ્લી જગ્યામાં જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસ ને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી જ્યાં રેઇડ કરતા ધીરૂભાઇ જીવરાજભાઇ ઉષાણા, રમણીકભાઇ દેવશીભાઇ ઇદરીયા, વિજયભાઇ કાળુભાઇ ઝીઝવાડીયા અને મેહુલભાઇ દેવશીભાઇ પરમાર નામના ચાર પતાપ્રેમીઓ રંગેહાથ જુગાર રમતા ઝડપાયા હતા આથી પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા 1700ની રોકડ કબ્જે કરી જુગારીઓ વિરુદ્ધ જુગારધારા કલમ.૧૨ મુજબ કાયદેશરની કાર્યવાહી આદરી હતી.