મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ઝઘડો થયો હોવાનું ઘટના પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીની તક્ષશિલા સ્કૂલમાં ચાલુ ક્લાસમાં શિક્ષક અને વિધાર્થીની મારામારીનો વીડિયો પણ વાયરલ થયો છે.
મોરબીની તક્ષશિલા સ્કૂલમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બે દિવસ જૂનો હોવાનું અનુમાન છે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાને માર મારતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ, શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા વિધાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને શિક્ષકને માર મારી ગળું દાબી દીધું હતું. ત્યારે બનાવ બાદ વિધાર્થીને સ્કૂલ દ્વારા એલસી આપી દીધું હોવાની માહિતી સામે આવી છે. આ પ્રકાસની ધટના શૈક્ષણિક સંસ્થામાં બનાવી તે ચિંતાનો વિષય છે અને આવા કિસ્સાઓ શાળાઓમાં શિસ્ત અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કરે છે