બન્ને પાડોશી પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાઈ
મોરબી: મોરબીના વાવડી રોડ પર આવેલ શ્રધાપાર્ક સોસાયટીમાં ઝાડ વાવી ફેંસિંગ કરવા મામલે પાડોશી પરિવારો વચ્ચે તકરાર થતા મારામારી થઈ હતી. બન્ને પાડોશી પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાઈ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદી જીતેન્દ્રભાઇ જયંતીભાઇ મિયાત્રા ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.શ્રધાપાર્ક સોસાયટી વાવડીરોડ મોરબીવાળાએ આરોપીઓ રાજુભાઇ સતવારા, તુલસીભાઇ રાજુભાઇ રહે બને શ્રધાપાર્ક સોસાયટી વાવડીરોડ મોરબીવાળાઓ સામે ફરિયાદ નોંધાવેલ કે,વાવડીરોડની શ્રધાપાર્ક સોસાયટીમાં ફરીયાદીને એક આરોપીએ પોતાના ઘર પાછળ ખુલ્લી જમીનમા ઝાડ વાવેલ હોય જ્યાં લાકડાના ખંભા નાખી ફેન્સીંગ કરેલ હોય જે ખાંભા તે કેમ કાઢી નાખેલ છે.તેમ કહી ફરીયાદીને ગાળો આપી તેમજ આરોપીઓએ લોખંડની ટામી વડે ફરીયાદીને માથામા તથા ડાબા હાથની ટ્ચલી આંગળી પર મારી ઇજા કરી તેમજ સાહેદ ફરીયાદીના બહેન શિતલબેન ફરીયાદીને છોડાવા જતા તેને ડાબા ગાલ પર તથા જમણા હાથે મુંઢ ઇજા કરેલ હતી.
સામાપક્ષે ફરીયાદી તુલશીભાઇ રાજુભાઇ પરમાર ઉ.વ.૩૫ ધંધો.સેંટીંગકામ રહે.શ્રધાપાર્ક સોસાયટી વાવડીરોડ મોરબીવાળાએ આરોપીઓ જીતેન્દ્રભાઇ જયંતીભાઇ મિયાત્રા, જયંતીભાઇ મિયાત્રા, શીતલબેન જયંતીભાઇ મિયાત્રા, સુમનબેન જયંતીભાઇ મિયાત્રા રહે બધા શ્રધાપાર્ક સોસાયટી વાવડીરોડ મોરબીની સામે સામી ફરિયાદ નોંધાવેલ કે, ફરીયાદીના પિતા આરોપીને પોતાના ઘર પાછળ ખુલ્લી જમીનમા ઝાડ વાવેલ હોય જ્યાં લાકડાના ખંભા નાખી ફેન્સીંગ કરેલ હોય જે ખાંભા આરોપીએ કાઢી નાંખેલ હોય જે બાબતે કહેવા જતા સારૂ નહી લાગતા ફરીયાદીના પિતાને ગાળો આપી તેમજ લાકડાના ધોકા વતી તેમજ આરોપીઓએ લોખંડના પાઇપ વતી જેમફાવે તેમ આડેધડ માર મારી જમણા હાથના પોંચાના ભાગે તથા જમણી આંખની નેણ પાસે ઇજાઓ કરી તેમજ ફરી તથા તેના પત્ની સાહેદ સોનીબેન છોડવવા જતા ફરીયાદીને લાકડાના ધોકા વડે માર મારી કપાળના ભાગે તથા જમના હાથના ખંભામા મુંઢ ઇજા કરી તેમજ સાહેદ સોનીબેન સાથે ઝપાઝપી કરી પાડી દઈ જમણા હાથે મુઢ ઇજા કરી હતી.
જેથી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.