મોરબીના શનાળા બાયપાસ નજીક પાંચ ઇસમોએ યુવાનને ધમકાવી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરી હોય તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે, તો સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના શનાળા બાયપાસ પાસે રહેતા ઓમાન અશરફ ધારાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી સલમાન ઉમેદભાઈ ધારાણી, સાગરભાઈ નવઘણભાઈ ભરવાડ તેણે ધમકાવી ભય દેખાડી તેનો મોબાઈલ કિંમત રૂપિયા ૩૦,૦૦૦ અને ૧૫૦૦ ની લૂંટ કરી બાદમાં આરોપી સાગર નવઘણ ભરવાડ, ડેનીશ મિસ્ત્રી, શાહરૂખ ચાનીયા, આશીફ મોવર રહે બધા મોરબી વાળાએ ફરિયાદી ઓમાનના ઘર પાસે જઈને છરી દેખાડી ફરિયાદ નહિ કરવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે
જયારે સામાપક્ષે શાહરૂખ ચાનીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી શાહરૂખ અને તેના મિત્ર સાગર નવઘણ ભરવાડે આરોપી ઓમાન આફ્રિકા હોય ત્યારે મોબાઈલ મંગાવેલ હોય જે મોબાઈલ નહિ લાવતા સાગરભાઈએ ઓમાન સાથે બોલાચાલી કરી ઝઘડો કરેલ જેનું સમાધાન કરવા બોલાવતા સમાધાન માટે ગયા હોય ત્યારે આરોપી નવઘણ મોહન બાંભવા, ઓમાન અશરફ ધારાણી, કિશન રમેશ અજાણા, વિપુલ ધારાભાઇ અજાણા, ભરતભાઈ આબલીયા અને પોપટ મેર ઉર્ફે પી કે ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઈપ વડે અને લાકડાના ધોકા વડે માર મારી ઢીકા પાટુંનો માર મારી આશીફ મોવરને પગમાં ફેકચર જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.