Wednesday, February 11, 2026
HomeGujaratહળવદ વેગડવાવ ફાટક પાસે ઓવરબ્રિજ-અંડરબ્રિજ માટે ફાઇનલ માપણી પૂર્ણ, વિકાસને મળશે નવી...

હળવદ વેગડવાવ ફાટક પાસે ઓવરબ્રિજ-અંડરબ્રિજ માટે ફાઇનલ માપણી પૂર્ણ, વિકાસને મળશે નવી ગતિ

હળવદ વેગડવાવ ફાટક ખાતે પ્રસ્તાવિત ઓવરબ્રિજ અને અંડરબ્રિજના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે વિભાગની મંજૂરી બાદ આજે ફાઇનલ માપણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ માપણી પૂર્ણ થતાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામ શરૂ થવાની દિશામાં ગતિ મળશે.

- Advertisement -
- Advertisement -

હળવદ શહેરના વેગડવાવ ફાટક વિસ્તારમાં ઓવરબ્રિજ તથા અંડરબ્રિજના નિર્માણ માટે આજે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત હળવદ નગરપાલિકા ટીમ, ડી.એલ.આર કચેરી મોરબી, જી.યુ.ડી.સી મોરબી તેમજ તેમની પી.એમ.સી ટીમની સંયુક્ત ઉપસ્થિતિમાં રેલવે વિભાગની મંજૂરી મળ્યા બાદ ફાઇનલ માપણી કરવામાં આવી હતી, જે પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ માપણી પૂર્ણ થવાથી હવે પ્રોજેક્ટ આગળ વધારવાની પ્રક્રિયા સરળ બની છે. ફાઇનલ માપણી બાદ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વાસ્તવિક કામ શરૂ કરવામાં આવશે. આ મહત્વના વિકાસકાર્યથી હળવદ શહેરમાં લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ મળશે તેમજ શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા અને ગતિ મળશે. સાથે જ હળવદ તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને અવરજવર માટે મોટી સુવિધા પ્રાપ્ત થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!